બ્રિટિશ એનર્જી સેક્રેટરી એડ મિલિબેન્ડ ચીન સાથે ઊર્જા મુદ્દે સહકાર સાધવા માટે ફરી ચર્ચા કરવા અને ચાઇનીઝ રોકાણકારોને મળવા આ મહિને બીજિંગની મુલાકાત લેશે. આ બાબતથી માહિતગાર ત્રણ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીનના અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથેના સંબંધો બગડતા લેબર સરકાર ચીન સાથે ગાઢ સંબંધો ઇચ્છે છે. https://www.garavigujarat.biz/british-energy-secretary-to-visit-china-for-energy-talks